દેશની આઝાદી સાથે, રાજયોની આંતરિક સુરક્ષા માટે � પ્રોવિન્શિયલ રિઝર્વ કોન્સ્ટેબબ્યુલરીના
� નામે હથિયારી એકમો ઉભા કરવામાં આવેલ હતા. સમય જતાં તે � સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના
નામે ઓળખાતા થયાં. હથિયારી એકમો સાથે સંકળાયેલા રાજય અનામત પોલીસનાં વિવિધ એકમોની કાયદો
અને વ્યવસ્થાની જાળવણી, મહાનુભાવોની સલામતી, ધાર્મિક સ્થળોની સલામતી, રાષ્ટ્રના
અગત્યના સંસ્થાપનો (Vital Installation)ની સુરક્ષા, સરકારના અન્ય વિભાગોને જરૂર
પડે મદદ, ગુજરાત સરકારશ્રીના હુકમ મળ્યેથી અન્ય રાજયોમાં બંદોબસ્ત, જીલ્લા પોલીસને
તેમની કામગીરીમાં મદદ, વગેરે મુખ્ય ફરજો છે.
|