|
|
મહાનુભાવોની સલામતી (V.V.I.P. Security)
રા.અ.પો. દળના સક્ષમ અને સુદ્રઢ જવાનોને વિશેષ કમાન્ડો તાલીમ આપીને મહાનુભાવોની સુરક્ષા માટે ગાંધીનગર ખાતેની સલામતી શાખા અને ચેતક કમાન્ડો ફોર્સમાં નિમણૂક આપવામાં આવે છે. ચેતક કમાન્ડો ફોર્સ ગુજરાત રાજ્યના માન. મુખ્ય મંત્રીશ્રીની સલામતી વ્યવસ્થા પણ સંભાળે છે અને રાષ્ટ્રીય કક્ષાના અન્ય મહાનુભાવોને પણ જરૂર પડયે રાજ્યમાં સુરક્ષા પૂરી પાડે છે.
|
ચેતક કમાન્ડો ફોર્સ અને સલામતી શાખાના કમાન્ડો માટે રા.અ.પો. દળના ચુનંદા જવાનોને પસંદ કરવામાં આવે છે. તેઓ શારિરીક રીતે ચુસ્ત-દુરસ્ત, ચપળ, શિસ્તબદ્ધ અને વ્યસનોથી દૂર રહેનાર જવાનો હોય છે. આ કમાન્ડોઝ પાસે આધુનિક સ્વચાલિત અગ્ન્યસ્ત્રો અને અન્ય સાધનો ઉપલબ્ધ હોય છે. તેઓને અદ્યતન કમાન્ડો તેમ જ ત્રાસવાદ-વિરોધી તાલીમ આપ્યા બાદ તેઓને નિયમિત વ્યાયામ અને ગોળીબાર કરાવીને ચુસ્ત રાખવામાં આવે છે. ચેતક તેમજ અન્ય કમાન્ડોઝ રાજયના હથિયારી એકમોની શાન છે. તેઓએ અક્ષરધામ આતંકવાદી હુમલાના સમયે પોતાની કાર્યદક્ષતા અને કુરબાનીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
|
|
|