હું શોધું છું

હોમ  |

લોકો દ્બારા પુછાતા પ્રશ્નો અને તેના જવાબો.
Rating :  Star Star Star Star Star   

લોકો દ્બારા પુછાતા પ્રશ્નો અને તેના જવાબો

પ્ર.૧ માહિતી (મેળવવાના) અધિકારી અધિનિયમ-ર00પ ક્યારે અમલમાં આવે છે ?

  • ૧૨મી ઓકટોબર, ર00પ (૧૫મી જૂન, ર00પના રોજ તેના ઘડતરથી ૧૨૦માં દિવસ)થી અમલમાં આવે છે. કેટલીક જોગવાઈઓ જેવી કે જાહેર સત્તાધિકારીઓની ફરજો (કલમ-૪), સરકારી માહિતી અધિકારીઓ અને મદદનીશ સરકારી માહિતી અધિકારીઓ (કલમ-પ(૧) અને પ(ર), કેન્‍દ્રીય માહિતી આયોગની રચના (કલમ-૧૨ અને ૧૩), રાજ્ય માહિતી આયોગની રચના (કલમ-૧૫ અને ૧૬), ઈન્ટેલિજન્સ (ગુપ્તચર) અને સલામતી સંસ્થાઓને અધિનિયમ લાગુ ન પડવો (કલમ-૨૪) અને અધિનિયમની જોગવાઈઓનો અમલ કરવા નિયમો ઘડવાની સત્તા (કલમ-૨૭ અને ૨૮) તાત્કાલિક અસરથી અમલમાં આવે છે.

પ્ર.ર કોને આવરી લેવામાં આવેલ છે ?

  • અધિનિયમ જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતને લાગુ પડે છે.

પ્ર.3 માહિતી એટલે શું ?

  • માહિતી એટલે દફતર, દસ્તાવેજો, યાદીઓ, ઈ-મેઇલ, મંતવ્યો, સલાહો, પ્રેસ રિલીઝ, પરિપત્રો, હુકમો, લોગબુક્સ, કરાર, અહેવાલો, કાગળો, નમૂનાઓ, મોડલ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક રૂપમાં ડેટા સામગ્રી અને અત્યારે અમલમાં હોય તેવા કોઈ પણ કાયદા અન્વયે જાહેર સત્તાધિકારી દ્બારા મેળવવામાં આવનાર કોઈ પણ ખાનગી સંસ્થાને લગતી માહિતી પરંતુ જેમાં ''ફાઇલોની નોંધ'' (કલમ-ર(છ)'' નો સમાવેશ થતો ન હોય.

પ્ર.4 માહિતીનો અધિકારી એટલે શું ?

  • તેમાં નીચેનાનો સમાવેશ થાય છે.

  • કાર્યો, દસ્તાવેજો, દફતરોનું નિરીક્ષણ કરવું.

  • દસ્તાવેજો અથવા દફતરોની નોંધ કરવી, ઉતારા અથવા પ્રમાણિત નકલો.

  • સામગ્રીના પ્રમાણિત નમૂના લેવા.

  • પ્રિન્ટ આઉટ, ડિસ્કેટ, ફ્લોપી, ટેપ, વીડિયો કેસેટ અથવા કોઈ પણ અન્ય ઇલેક્ટ્રોનિક રીપે અથવા પ્રિન્ટ આઉટથી માહિતી મેળવવી (કલમ-ર૮(ઠ))

પ્ર.પ જાહેર સત્તાધિકારીની ફરજો કઈ કઈ છે ?

  • તેમણે અધિનિયમના ઘડતરના એકસો વીસ દિવસોમાં નીચેની વસ્તુઓ પ્રકાશિત કરવી.

  • તેની સંસ્થા, કાર્યો અને ફરજોની વિગતો.

  • તેના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો.

  • નિરીક્ષણ અને જવાબદારીની ચેનલ સહિતની તેના નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવામાં આવતી કાર્યપદ્ધતિ.

  • તેનાં કાર્યો કરવા માટે ધારાધોરણો.

  • તેના કર્મચારીઓ દ્બારા કાર્યો બજાવવા માટે વાપરવામાં આવતાં નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને દફતરો.

  • તેના અથવા તેના તાબા હેઠળના દસ્તાવેજોની કક્ષાઓનું એક પત્રક.

  • નીતિના ઘડતર અથવા તેના અમલને લગતી બાબતે જનતા અથવા તેના સભ્યોના પ્રતિનિધિત્વ સાથે સલાહ-પરામર્શની કોઈ ગોઠવણ હોય તો તેની વિગતો.

  • બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક જેમાં તેને ઘડનાર બે અથવા વધુ વ્યક્તિઓ હોય. વધુમાં આ અંગેની સંસ્થાઓનું પત્રક જેમાં તેને ઘડનાર બે અથવા વધુ વ્યક્તિઓ હોય, વધુમાં આ અંગેની બેઠકો જનતા માટે ખુલ્લી છે અથવા આવી બેઠકોની કાર્યવાહીની નોંધ જનતાને મળવાપાત્ર છે કે કેમ ?

  • તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા.

  • તેના વિનિયમોમાં જોગવાઈ થયા મુજબ તેના દરેક અધિકારી અને કર્મચારીને આપવામાં આવતું માસિક મહેનતાણું તેમ જ મહેનતાણાની પદ્ધતિ.

  • તેની દરેક એજન્સીને ફાળવેલું બજેટ, જેમાં તમામ આયોજનની વિગતો, સૂચિત ખર્ચ અને કરવામાં આવેલી વહેંચણી પરના અહેવાલોનો સમાવેશ થશે.

  • સહાયકી કાર્યક્રમોના અમલની પદ્ધતિ જેમાં ફાળવેલી રકમો અને આવા કાર્યક્રમોની વિગતો અને તેના લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

  • તેના દ્બારા અપાતી રાહતો, પરવાના અથવા માન્યતા મેળવનારની વિગતો.

  • તેની પાસે ઉપલબ્ધ કે ધારણ કરેલી અને વીજાણુ રૂપમાં સાચવેલી માહિતીની વિગતો.

  • માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો જેમાં જાહેર વપરાશ માટે કોઈ પુસ્તકાલય અથવા વાંચનખંડ રાખવામાં આવેલો હોય તો તેના કામકાજના કલાકોનો સમાવેશ થાય છે.

  • જાહેર માહિતી અધિકારીઓ (કલમ-૪(૧)(ખ) નાં નામ, હોદ્દા અને અન્ય વિગતો.

પ્ર.૬ શું જાહેર ન કરવું ?

  • નીચેની બાબતોને જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. (કલમ-૮)

  • એવી માહિતી કે જે જાહેર કરવાથી ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વ્યૂહાત્મક વૈજ્ઞાનિક કે આર્થિક હિતો, વિદેશી રાજ્યો સાથેના સંબંધોને પ્રતિકૂળ અસર પહોંચતી હોય અથવા તો તે ગુનાખોરીને ઉત્તેજન આપતી હોય.

  • એવી માહિતી કે જેને કાયદાની કોઈ પણ અદાલતે કે ન્યાયપંચે પ્રસિદ્ધ કરવાની સ્પષ્ટપણે મનાઈ ફરમાવી હોય અથવા તો જે માહિતી જાહેર કરવાથી અદાલતની અવજ્ઞા થતી હોય.

  • એવી માહિતી કે જે જાહેર કરવાથી સંસદ કે રાજ્ય વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ થતો હોય.

  • વાણિજ્યિક ગોપનીયતા, વેપાર રહસ્યો અથવા બૌદ્ધિક સંપત્તિ સહિતની માહિતી કે જે જાહેર કરવાથી ત્રીજા પક્ષકારની સ્પર્ધાત્મક સ્થિતિને નુકશાન થાય. જોકે સક્ષમ સત્તા અધિકારીને એવી ખાતરી થાય કે આવી માહિતી જાહેર ન કરવી એ વિશાળ જનહિતના સમર્થનમાં છે.

  • વ્યક્તિને તેના વિશ્વાસ આધારિત સંબંધને કારણે મળેલી માહિતી જોકે સક્ષમ અધિકારીને એવી ખાતરી થાય કે આવી માહિતી જાહેર ન કરવી એ વિશાળ જનહિતના સમર્થનમાં છે.

 


 આપની સેવામાં
માહિતિ મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
જૂથની વહેંચણી
આપના સવાલોના જવાબ
મહાનુભાવોની સલામતિ

ફરિયાદ

સંપર્ક
 
 તસ્વીરો

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 29-03-2006