હું શોધું છું

હોમ  |

અધિક પોલીસ મહાનિદેશકશ્રીનો પ્રજાજોગ સંદેશ
Rating :  Star Star Star Star Star   

શ્રી રાજુ ભાર્ગવઆઇ.પી.એસ. અધિક પોલીસ મહાનિદેશકહથિયારી એકમોગુજરાત રાજયગાંધીનગરનાઓનો પ્રજાજોગ સંદેશ

નાગરિકોની સુરક્ષા, સલામતી તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી એ કોઈ પણ રાષ્‍ટ્ર/રાજયની પ્રથમ ફરજ છે અને તેથી જ પોલીસ તંત્રની ભૂમિકા રાજય/રાષ્ટ્રના વિકાસ માટે ખૂબ મહત્વની બની રહે છે. સામાન્ય પ્રજાના જાનમાલ, હક્ક અને અધિકાર વિશે સજાગ રહી કામ કરતું તંત્ર, સરકારનાં અગત્‍યનાં સંસ્‍થાપનો, મહાનુભવો અને ધાર્મિક સ્‍થળોની રક્ષા કરતું તંત્ર, કુદરતી અને માનવસર્જિત આફતોમાં પ્રજાના પડખે રહી પ્રજાને નિશ્ચિતતા આપતું તંત્ર એટલે રાજ્ય અનામત પોલીસ દળ. (State Reserve Police Force)

રાજ્ય અનામત પોલીસ (SRP) નું નામ સાંભળતા જ આમપ્રજા રાહત અને નિશ્ચિતતાની લાગણી અનુભવે છે. જે સૂચવે છે કે રાજ્ય અનામત પોલીસ દળ કેટલું ઉપયોગી છે અને તેની હાજરી કેટલી અનિવાર્ય છે. રાજ્યમાં કોમી હુલ્‍લડો હોય, હિંસક આંદોલન હોય, ધરતીકંપ, વાવાઝોડું, પૂર વગેરે જેવી કુદરતી આપત્તિઓ હોય કે બોમ્‍બ બ્‍લાસ્‍ટ જેવી ત્રાસવાદી ઘટના હોય, રાજ્ય અનામત પોલીસ દળ પ્રજાની મદદ માટે હાજર જ હોય છે. સઘન તાલીમ, શિસ્‍તબદ્ધતા, ફરજપાલનની ઉત્‍કૃષ્‍ટ ભાવના, ચપળ શરીર, ઉચ્‍ચ નૈતિકતા અને રાષ્‍ટ્ર માટે તેમ જ પ્રજા માટે પોતાની જાન સુદ્ધાં કુરબાન કરવાની ભાવનાને કારણે રાજ્ય અનામત પોલીસ દળ એક સરળ હથિયારી એકમ સાબિત થયું છે અને ગુજરાત પોલીસ દળના પ્રભાવકારી અંગ તરીકે પોતાની ઓળખ સ્‍થાપિત કરી છે. ભારત-પાકનું યુદ્ધ હોય કે રાજ્યમાં ૧૯૭૯માં મોરબીમાં મચ્‍છુ ડેમ હોનારત હોય કે ૧૯૯૮-૯૯નું વાવાઝોડું હોય કે ૨૦૦૧ જેવો વિનાશક ધરતીકંપ આવ્‍યો હોય કે પ્રજાસત્તાક દિન અને આઝાદ દિનની ઉજવણીઓ હોય કે શાંતિભંગની પરિસ્થિતિ હોય કે દેશના અન્ય રાજ્યોમાંથી મદદ માંગવામાં આવી હોય, રાજ્ય અનામત પોલીસ દળના જવાનોએ હંમેશા પ્રજાની પડખે રહી પોતાની ફરજો બજાવી છે અને પ્રજાના જાનમાલની સુરક્ષા માટે અને સુખશાંતિની બહાલી માટે સતત અને સઘન ભાગ ભજવ્‍યો છે.

આવો, આપણે રાજ્ય અનામત પોલીસ દળના જવાનોને તેમની સેવાઓ બદલ બિરદાવીએ. તેમની ઉચ્‍ચ ભાવનાઓની, કામગીરીની, કદર કરી તેમની ફરજપાલનમાં જ્યાં જ્યાં જરૂરી પડે ત્યાં ત્‍યાં સહકાર આપીએ.

રાષ્‍ટ્રની સેવામાં અને પ્રજાની પીડામાં હંમેશાં હાજર રહેનાર રાજ્ય અનામત પોલીસ દળના જવાનો એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ સલામ કરીએ.

જય હિંદ          જય ગુજરાત         જય ભારત

 
 


 આપની સેવામાં
માહિતિ મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
જૂથની વહેંચણી
આપના સવાલોના જવાબ
મહાનુભાવોની સલામતિ

ફરિયાદ

સંપર્ક
 
 તસ્વીરો

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 15-10-2024