હું શોધું છું

હોમ  |

કલ્‍યાણકારી પ્રવૃત્તિઓ
Rating :  Star Star Star Star Star   

શોપીંગ સેન્‍ટર

મોટા ભાગનાં જૂથોમાં કલ્‍યાણકારી પ્રવૃત્તિઓના ભાગરૂપે શોપિંગ સેન્‍ટર ચલાવવામાં આવે છે, જેમાં પ્રોવિઝન, કટલરી, રેડીમેઇડ ગાર્મેન્‍ટ્સ, બૂટ-ચંપલ તેમ જ યુનિફોર્મનાં સાધનો ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. તે નહીં નફો-નહીં નુકસાનના ધોરણે કાર્યરત હોવાથી, આજુ-બાજુના વિસ્‍તારન લોકો પણ ત્‍યાંથી વાજબી ભાવે ખરીદી કરતા હોય છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તેવી ભાવનાનું વિસ્‍તરણ થાય છે.

સીવણ કેન્‍દ્ર

રા.અ.પો. દળના પરિવારોની મહિલાઓ અને અભ્‍યાસ કરી ચૂકેલી દીકરીઓને પ્રવૃત્તિ મળી રહે તેમજ કમાણી પણ થાય, તેવા કલ્‍યાણના ઉમદા હેતુ સાથે સીવણ કેન્‍દ્રોની સ્‍થાપના કરવામાં આવી છે. ત્‍યાં  પોલીસ જવાનોના યનિફોર્મ સીવવાનું કાર્ય મુખ્‍ય છે, પરંતુ તે કામ મર્યાદિત હોવાથી ખાનગી પેઢીઓ અને સિક્યોરિટી એજન્‍સીઓ પાસેથી જથ્‍થાબંધ સિલાઈનાં કામો મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવે છે.


આ સિલાઈ કામની આવકમાંથી દરેક મહિલાને તેમના કામના પ્રમાણમાં નફો વહેંચવામાં આવે છે  અને અમુક ભાગ અન્‍ય કલ્‍યાણકારી પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવે છે. જો તેઓ માગણી કરે તો પોલીસ પરિવારની મહિલાઓને સિલાઇ મશીનો ખરીદવામાં પણ મદદ કરવામાં આવે છે.

આધુનિકતા સાથે કદમ (કોમ્‍પ્‍યુટરની તાલીમ)

જૂથોમાં કાર્યરત જવાનો ઉપરાંત તેઓનાં બાળકોને પણ કોમ્‍પ્‍યુટરના તાલીમ કેન્‍દ્ર મારફતે તાલીમ આપવામાં આવે છે. ઇન્‍ફોર્મેશન ટેક્નોલોજીના આ યુગમાં રા.અ.પો. દળના પરિવારોના છોકરા-છોકરીઓ પાછાં ન પડે અને તેઓ પણ સારી કારકિર્દીનું ઘડતર કરી શકે, તે હેતુસર વિના મૂલ્‍યે આ તાલીમ આપવામાં આવે છે.

પહેલું સુખ તે જાતે નર્યા (હેલ્‍થ કાર્ડ અને હોસ્પિટલ)

સરકારશ્રીની સૂચના અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના સહકારથી SRPFના તમામ જવાનો માટે તેમજ તેમના પરિવારજનો માટે શારીરિક ચકાસણી કરી તેમના નામે નાનકડી પુસ્તિકા (હેલ્‍થ કાર્ડ) કે જેમાં તેમના સ્‍વાસ્‍થ્‍યની લગતી તમામ વિગતો તબીબી ધ્‍વારા ચકાસણી પછી નોંધવામાં આવેલ છે, તેવી વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવેલ છે. આ માટે મેડિકલ કેમ્‍પોનું આયોજન કરી તેમજ સરકારી તેમજ ખાનગી હોસ્‍પિટલોની મદદ લઈ હેલ્‍થકાર્ડની કામગીરી કરવામાં આવે છે અને જવાનો તેમજ તેના પરિવારજનોના સ્‍વાસ્‍થ્‍યની કાળજી રાખવામાં આવે છે.

તે ઉપરાંત દરેક જૂથોમાં નાની સરકારી ડિસ્‍પેન્‍સરીઓ છે. જેમાં તબીબશ્રીઓ નાની-મોટી બીમારીઓનું નિદાન કરી દવાઓ પૂરી પાડવામાં આવે છે. દરેક જૂથમાં કાયમી ધોરણે એક એમ્‍બ્‍યુલન્‍સ ફાળવેલી છે.

મેડિકલ કેમ્‍પ

રા.અ.પો. દળ હસ્‍કતના જૂથોમાં રહેતા પરિવારોના સ્‍વાસ્‍થ્‍ય લાભ માટે અવાર નવાર મેડીકલ કેમ્‍પોનું આયોજન કરવામાં આવે છે, જે માટે મોટા ભાગે ખાનગી તબીબો માનદ સેવાઓ આપે છે અને અમુક વખતે વેલ્‍ફેર ફંડમાંથી ખર્ચ કરવામાં આવે છે. જરૂર પડે, અધિકારીઓ/કર્મચારીઓ ને તેમના કુટુંબના સભ્‍યોના રોગો માટે સરકારી હોસ્‍પિટલમાં તથા અન્‍ય સરકાર માન્‍ય હોસ્‍પટલોમાં સારવાર માટે નીચે મુજબની મેડીકલ લોન જૂથમાંથી વિના વ્‍યાજે આપવામાં આવે છે. આ લોન મંજૂર કરવાની સતા નીચે મુજબ છે :

(૧)

પોલીસ અધિક્ષકશ્રી/સેનાપતિશ્રી

રૂ. ૩,૦૦,૦૦૦/- સુધી

(ર)

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની કક્ષાથી અધિક પોલીસ મહાનિદેશકશ્રી સુધીના પોલીસ અધિકારીશ્રીઓ (નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીઓ/ પોલીસ મહાનિરીક્ષકશ્રીઓ/પોલીસ મહાનિરીક્ષકશ્રીઓ/આચાર્યશ્રીઓ/ અધિક પોલીસ મહાનિદેશકશ્રીઓ/પોલીસ કમિશનરશ્રીઓ)

રૂ. ૩,૦૦,૦૦૦/- થી રૂ. ૫,૦૦,૦૦૦/- સુધી

(૩)

પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી

રૂ. ૫,૦૦,૦૦૦/- થી વધુ.

કોમ્‍યુનિટી હોલ

મોટા ભાગનાં જૂથોમાં કોમ્‍યુનિટી હોલ વેલ‍ફેર ફંડમાંથી બાંધવામાં આવે છે. જે માટે પોલીસ હાઉસિંગ કોર્પોરેશન તમામ પ્રકારની મદદ પૂરી પાડે છે. આ કોમ્‍યુનિટી હોલનો ઉપયોગ જવાનોને લગ્‍ન પ્રસંગે, યોગ-પ્રાણાયામ શિબિર, અન્‍ય તહેવારોની ઉજવણી તેમજ જાહેર જનતાને ભાડેથી આપવા માટે કરવામાં આવે છે. જેનાં નાણાં વેલ્‍ફેર ફંડમાં જમા થાય છે.

 

 

સસ્‍તા અનાજનું કેન્‍દ્ર

જે રીતે સરકારશ્રી ખાનગી વેપારીઓને ચલાવવા માટે સરકાર-માન્‍ય સસ્‍તા અનાજનું કેન્‍દ્ર આપે છે, તેને લગતા મળતા ધોરણે રા.અ.પો. દળોના સંકુલમાં પણ સસ્‍તા અનાજના કેન્‍દ્રો ઉભા કરવામાં આવેલ છે. એસ.ટી.ડી. પી.સી.ઓ. અને દૂધ કેન્‍દ્રની સેવાઓ પણ માટો ભાગનાં જૂથોમાં ઉપલબ્‍ધ છે.

.બાલમંદિર તેમ જ પ્રા‍થમિક શાળા

તમામ જૂથોમાં બાલમંદિર અને આંગણવાડીની રચના કરવામાં આવી છે. જેથી નાનાં બાળકોનું રાષ્‍ટ્રીય ઘડતર થઈ શકે. તેમ જ અમુક જૂથોમાં ધોરણ-૧ થી ૭ સુધીની પ્રાથમિક શાળાની સ્‍થાપના કરવામાં આવી છે. દા.ત. જૂથ-૧૩, જૂથ-૮, જૂથ-૧૦ વગેરે.

.એ.ટી.એમ. (ઓટોમેટિક ટેલર મશીન)

 

રા.અ.પો. દળના જવાનોમાં બચતવૃત્તિને ઉત્‍તેજન આપવા માટે અને તેઓ પોતાના બેન્‍ક ખાતામાંથી કટકે કટકે જરૂરિયાત મુજબ રકમ ઉપાડે, તે આશયથી અમુક જૂથોમાં એ.ટી.એમ.ની સગવડ પૂરી પાડવામાં આવેલ છે.

લાઇબ્રેરી અને વાંચનાલય

જૂથોમાં આવેલ ગ્રંથાલયોમાં સારી અને વાંચવાનો શોખ પ્રેરતી પુસ્‍તકો વસાવવામાં આવે છે. પરીક્ષાના સમયગાળામાં શિક્ષકો રાખીને વધારાનાં વર્ગો લેવડાવવાની તથા વાંચવાની સગવડ પૂરી પાડવાની પ્રથા અમલમાં છે.

મનોરંજન કેન્‍દ્ર

 

મોટા ભાગના જૂથો પોતાની અલાયદી ડિશ ચેનલો ધરાવે છે કે જેથી જૂથનાં કર્મચારીઓને મહત્તમ ચેનલો ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્‍ધ કરાવી શકાય. મનોરંજન માટે એલ.સી.ડી. પ્રોજેક્ટર તથા અન્‍ય સાધનો તેમજ દરેક કંપનીને ટી.વી.ની સગવડ આપવામાં આવી છે.

સ્‍કૂલ બસ

બાળકોને શાળામાં જવા-આવવા માટે જૂથમાંથી સ્‍કૂલ બસની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

ચશ્‍માં સહાય

 

જરૂરતમંદ જવાનોને ચશ્‍માં ખરીદવા માટે વેલ્‍ફેર ફંડમાંથી સહાય આપવામાં આવે છે.

 રહેણાક મકાનો-લાઇટો-રસ્‍તા

ઘણા જૂથોમાં મોટા ભાગે રહેણાકના પ્રશ્નો હલ થઈ ગયા છે. મોટા ભાગે સારા અને પાકા-રસ્‍તાઓ, સ્‍ટ્રીટ લાઇટો અને કચેરીના પાકા બિલ્‍ડિંગોની કામગીરી લગભગ પૂરી થઇ ગઈ છે.

રમત-ગમત

ગુજરાત રાજ્યની વિવિધ રમતોના આયોજનમાં ગુજરાત રાજ્ય અનામત પોલીસ દળનો વિશેષ ફાળો હોય છે. ઘણી વાર ગુજરાત પોલીસે રાષ્‍ટ્રીય કક્ષાની પોલીસ રમતોના યજમાન તરીકે ભૂમિકા ભજવી છે. દા.ત., અખિલ ભારતીય પોલીસ એથ્લેટિક્સ મીટ અને અખિલ ભારતીય પોલીસ હોકી ટુર્નામેન્‍ટ, વગેરે સફળતાપૂર્વક પાર પાડવામાં ગુજરાત રાજ્ય પોલીસ અનામત દળે ભાગ ભજવેલ છે. તે ઉપરાંત રા.અ.પો. દળના જવાનો ક્રિકેટ, ફુટબાલ, બાસ્‍કેટ બાલ, કબડ્ડી, હેન્‍ડબાલ, ચેસ  અને વોલીબાલ જેવી સ્‍પર્ધાઓમાં ભાગ લે છે અને તેનું આયોજન પણ કરે છે. કાયદો અને વ્‍યવસ્‍થા અને અન્‍ય ફરજોમાં સતત વ્‍યસ્‍ત હોવા છતાં રા.અ.પો. દળના જવાનો રમતોમાં ભાગ લઇ શારીરિક ક્ષમતા અને ચપળતાનું ઉદાહરણ અવારનવાર પૂરું પાડે છે.

વ્‍યસનમુક્તિ તથા યોગા કેમ્પ

હથિયારી શાખાના  જવાનો સિગારેટ, તમાકુ, શરાબ, ગાંજો, વગેરે હાનિકારક વ્‍યસનોથી દૂર રહે, તે માટે અવારનવાર વ્‍યસનમુક્તિની ઝુંબેશ હાથ પર લેવાય છે.  નિષ્‍ણાંતોની પણ અવારનવાર સેવા લઈ, જવાનોને વ્‍યસનોમાંથી મુક્ત કરવા/રાખવા માટેના પ્રયત્‍નો કરવામાં આવે છે.

 

સેન્‍ટ્રલ પોલીસ કેન્‍ટિન  (CPC)

        ગુજરાત રાજયમાં સી.એસ.ડી. કેન્‍ટિનની પેટર્ન મુજબ, વર્ષ-ર01ર માં સેન્‍ટ્રલ પોલીસ કેન્‍ટિન (CPC) ની શરૂઆત કરવામાં આવેલ છે. હાલમાં રાજયના જુદા જુદા શહેર/જીલ્‍લા/યુનિટ ખાતે કુલ-ર0 પોલીસ કેન્‍ટિન ગુજરાત પોલીસના અધિકારી/જવાનો અને તેમના પરિવારજનોને વાજબી ભાવે જીવન જરૂરિયાતની ચીજ-વસ્‍તુઓ મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલ છે

 


 આપની સેવામાં
માહિતિ મેળવવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારી
જૂથની વહેંચણી
આપના સવાલોના જવાબ
મહાનુભાવોની સલામતિ

ફરિયાદ

સંપર્ક
 
 તસ્વીરો

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 25-06-2025