સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
જાહેરતંત્ર ઉદેશ / હેતુ - હથિયારી એકમો સાથે સંકળાયેલા રાજય પોલીસના વિવિધ એકમોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુન્હાઓની તપાસ, અટકાયતી પગલાં જેવી કામગીરી માટે હથિયારી એકમોના જવાનો દ્વારા મદદ કરવી તે ગુજરાત રાજય પોલીસ હથિયારી એકમોનો મુખ્ય ઉદેશ છે.
જાહેર તંત્રનું મિશન / દુરંદેશીપણું - રાજયના નાગરિકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, તંત્રનું સંચાલન અને દેખરેખ કુદરતી આપત્ત્િાઓમાં સહકાર, જાહેર તહેવારો તથા મેળાઓમાં બંદોબસ્તની વ્યવસ્થા જાળવવા અત્યાધુનિક શસ્ત્રો મેળવવા, કઠીનતમ તાલીમનું આયોજન ગોઠવવાનું લક્ષ્ય રાખેલ છે. તમામ કર્મચારીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન આપવાનું નિર્ધારિત કરેલ છે. વિવેકબુઘ્ધિનો સમુચિત સદઉપયોગ થાય તે માટે ભરતી માટે શૈક્ષણિક લાયકાતનું ધોરણ પણ ઉંચુ નિયત કરવામાં આવી રહેલ છે.
લોકશાહીના આધારસ્તંભ ગણી શકાય તેવી ગ્રાામપંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની ચુંટણી દરમ્યાન થતા આંદોલન અને હુલ્લડ દરમ્યાન બંદોબસ્ત જાળવવાની કાર્યવાહી સરળતાથી પાર પાડી શકાય તે માટે નિર્ણયશકિત વધારવા તથા શારીરિક ચુસ્તતા જાળવવા યોગ તથા બૌઘ્ધિક વ્યાયામ આપવાનું આયોજન પણ વિચારાધિન છે.
જાહેર તંત્રનો ટૂંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ - ભારતને આઝાદી મળ્યા બાદ રજવાડાઓનું વિલિનીકરણ થતા ""બૃહદ મુંબઈ વિસ્તાર"" "Bombay Province" નો ઉદય થયો. પ્રથમ તબકકામાં મુંબઈ વિસ્તારની આંતરીક સુરક્ષા માટે ૧૯૪૮ માં પી.આર.સી. (Provincial Reserve Constabulary) ના નામથી ગ્રુપો ઉભા કરવામાં આવ્યા જે મુજબ બે ગ્રુપો અનુક્રમે પુરંધર (હાલ મહારાષ્ટ્ર) અને સાંબરે (હાલ કર્ણાટક) માં પી.આર.સી.ગ્રુપ-૧ અને ગ્રુપ-ર ના નામે ઉભા થયા અને વડોદરા રાજયનું વિલિનીકરણ થતાં પી.આર.સી. ગ્રુપ-૩ તરીકે ૧૦૦૦ નું સંખ્યાબળ ધરાવતું ગ્રુપ વડોદરા ખાતે ૧.પ.૧૯૪૯ માં ઉભુ કરવામાં આવ્યું વડોદરા રાજયના લશ્કર ""ફતેહ રેજીમેન્ટ"" અધિકારીઓ / જવાનો જેઓએ ઈચ્છા વ્યકત કરી તેઓને પણ પી.આર.સી.ગ્રુપ-૩ માં સમાવી લઈ વધારામાં અમદાવાદ જિલ્લામાંથી તથા નવી ભરતી દ્વારા આ પી.આર.સી.ગ્રુપ-૩ ઉભુ કરવામાં આવ્યું. જે ગ્રુપ ઉભુ કરવાની જવાબદારી શ્રી કે.જે.નાણાંવટી આઈ.પી.કમાન્ડન્ટ, પી.આર.સી.ગ્રુપ-૩, સાંબરે (મહારાષ્ટ્ર) નાઓને સોંપવામાં આવેલ હતી અને આ ગ્રુપ ઉભુ કરવામાં તેઓનો ફાળો અતિ મહત્વનો હતો. આ ગ્રુપના પ્રથમ સેનાપતિ તરીકે કેપ્ટન એસ.મુકરજી ની નિમણુંક થઈ. આ ગ્રુપ માટે નવી ભરતી કરવામાં આવી. જેમાં ખાસ કરી આ જુથના પ્રથમ કોન્સ્ટેબલ તરીકે નિમણુંક પામવાનું માન શ્રી આર.એસ.કદમ ને ફાળે જાય છે.
ર૬મી જાન્યુઆરી ૧૯પ૦ ના ગણતંત્રદિનનની ઉજવણી થતાં દેશના અલગ-અલગ વિસ્તારો "Provine" ને રાજય (State) જાહેર કરતા બૃહદ મુંબઈ વિસ્તારને ""મુંબઈ રાજય"" નામ આપવામાં આવ્યુ અને જેથી પી.આર.સી.ગ્રુપનું નામ તબદીલ કરી પી.આર.સી. ને બદલે એસ.આર.સી. "State Reserve Constabulary" નામ આપ્યુ. જેથી આ ગ્રુપ પણ એસ.આર.સી.ગ્રુપ-૩ કહેવાયુ.
બોમ્બે સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સ એકટ-૧૯પ૧ તા.ર૩.૧૦.૧૯પ૧ થી અમલમાં આવતા હવે એસ.આર.પી.એફ. ગ્રુપ-૩ (State Reserve Police Force Gr.III) નામ ધારણ કર્યું. જયારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગોંડલ સ્થિત અન્ય એક ગ્રુપ એસ.આર.પી.એફ.ગ્રુપ-પ તરીકે જાહેર થયું.
સને ૧૯૬૦ માં મુંબઈ રાજય, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે ભાગમાં વહેંચાઈ ગયું જે વખતે ગુજરાત રાજયને બે એસ.આર.પી.એફ. ગ્રુપો સોંપવામાં આવ્યા અને ઉપરોકત ગુજરાતના આ બન્ને ગ્રુપો એસ.આર.પી.એફ. ગ્રુપ-૩ અને એસ.આર.પી.ગ્રુપ-પ ને ફરી નવેસરથી અનુક્રમે એસ.આર.પી.ગ્રુપ-૧ વડોદરા અને એસ.આર.પી.ગ્રુપ-ર ગોંડલ (હાલ-અમદાવાદ) તરીકે જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ ક્રમશઃ રાજય અનામત પોલીસ દળ જુથ-૩, મડાણા (ગોંડલ), જુથ-પ, ગોધરા, જુથ-૭, નડીયાદ, જુથ-૮, ગોંડલ, જુથ-૯, વડોદરા, જુથ-૧૦, વાલીયા (ઉકાઈ), જુથ-૧૧, વાવ, જુથ-૧ર, ગાંધીનગર અને જુથ-૧૩, રાજકોટ ઉભા કરવામાં આવેલ છે.
હથિયારી એકમોનું માળખું
અધિક પોલીસ મહાનિદેશકશ્રી, હથિયારી એકમો
|
s |
પોલીસ મહાનિરીક્ષક, હ.એ. |
s |
કચેરી અધિક્ષક, હ.એ. |
s |
s |
ક-૧ |
ગ-૧ |
ક-ર |
ગ-ર |
ધ-હિસાબી |
ખ-સ્પોર્ટસ/તાલીમ |
ઝ-ખતપ/અરજ |
રજીસ્ટ્રી શાખા |